અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી.
ચાલુ વરસાદે પીલુદરા ગામે RCC રોડની કામગીરી કરાઈ
જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે. પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તેને લઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, વરસાદમાં રોડ બનાવવામાં આવે છે અને ત્યારબાદ રોડ ખરાબ થઈ જશે તો તેની જવાબદારી કોણ લેશે તેને લઈ સવાલો ઉભા થયા છે.
વરસાદમાં બનાવેલા રોડની ગુણવત્તા પર સવાલ
પાલિકાને જાણ છે કે વરસાદ વરસી રહ્યો છે તેમ છત્તા ચાલુ વરસાદે રોડ બનાવવો તે કેટલું યોગ્ય ગણી શકાય, વિચારો કે એક તરફ સિમેન્ટ નાખવામાં આવે છે અને બીજી તરફ વરસાદમાં તે સિમેન્ટ વહી જશે અને પછી તમે એમ કહેશો કે અમે તો રોડ બનાવી દીધો છે, સ્થાનિકોના રૂપિયાનો વેડફાટ કરવો એ યોગ્ય નથી, અંકલેશ્વર પાલિકા જરા શરમ કરો જો આટલા વરસાદમાં બનેલા રોડ તૂટી જતા હોય છે તો તમે તો ચાલુ વરસાદે રોડ બનાવો છો, તો ભવિષ્યમાં આ રોડની શું હાલત થશે તે તમે વિચારી શકો છે.









