અરવલ્લીમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અરવલ્લીમાં માલપુર નજીક અકસ્માત સર્જાયો. દાહોદથી અંબાજી પગપાળા જતા સંઘને માલપુરના જીતપુર પાસે અકસ્માત નડ્યો. અજાણ્યા વાહન ચાલકે અંબાજી પગપાળા જતા સંઘના પદયાત્રીઓને ટક્કર મારી. વાહનની ટક્કરથી બે પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત નિપજયા. જયારે એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થયો. માલપુર પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી.
અકસ્માતમાં 2 ના મોત અને 1 ઇજાગ્રસ્ત
અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ દાહોદથી એક સંઘ પગપાળા જવા અંબાજી નીકળ્યો હતો. દરમિયાન આ સંઘમાં સામેલ પદયાત્રીઓ અરવલ્લીના માલુપર પાસેથી પસાર થતા હતા. ત્યારે જીતપુર પાસે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને પદયાત્રીઓને ટક્કર મારી. સ્થિતિ વધુ ગંભીર લાગતા વાહન ચાલક ગભરાયો અને ફરાર થઈ ગયો. વાહનચાલકને બેદરકારીના કારણે સર્જાયેલ આ અકસ્માતમાં ત્રણ પદયાત્રીઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં 2 લોકોના ઇજાને પગલે ઘટનાસ્થળ પર જ મોત થયા. જ્યારે એક વ્યક્તિને વધુ ઇજા પહોંચી હતી. સંઘમાં સામેલ અન્ય પદયાત્રીઓએ તત્કાળ પોલીસનો સંપર્ક કર્યો.
પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી
માલપુર પોલીસ ઘટનાસ્થળ પર પોતાની ટીમ સાથે પહોંચી ગઈ. માલપુર પોલીસે મૃતદેહો ને પીએમ અર્થે સીએચસી ખસેડયા. અને ઇજાગ્રસ્ત પદયાત્રીને મોડાસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો. અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના નામ દિનેશ રાઠોડ સીસોદીયા કે જેમની ઉંમર 45 વર્ષ છે અને બીજા સુરેશ વાસના ડામોર જેમની ઉંમર 42 વર્ષ છે. પોલીસે અકસ્માતના ગુનાની ફરિયાદ લખી. ફરાર વાહન ચાલકને શોધવા તપાસ હાથ ધરી.