નવરાત્રિના તહેવારોમાં અમદાવાદમાં વાહન વેચાણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે.વાહન ડીલર એસોસિએશન તરફથી મળેલી માહિતી મુજબ,પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધીમાં અમદાવાદમાં અંદાજે 11600 ટુ-વ્હીલર અને 3500 કાર સહિત અન્ય વાહનો મળીને કુલ 15500 વાહનોનું વેચાણ થયું છે.આરટીઓમાં થયેલા વાહન રજિસ્ટ્રેશનની સંખ્યાને જોતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અંદાજે 40 ટકા જેટલું ઓછું વેચાણ થયું હોવાનું મનાય છે.
કંપનીઓની એક્સચેન્જ ઓફરનું કોઈ ખાસ આકર્ષણ નહીં
ઓટોમોબાઇલ કંપનીઓની એક્સચેન્જ ઓફરનું કોઈ ખાસ આકર્ષણ રહ્યું નથી. તેમજ સરકારની સ્કેપ પોલિસીથી પણ લોકોને ધારેલો લાભ મળી રહ્યો નથી.જેના લીધે ગ્રાહકો નવું વાહન ખરીદવા માટે ખાસ પ્રેરાઈ રહ્યા ન હોવાનું માનવામાં આવે છે.ડીલરોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે દશેરાના દિવસે અમદાવાદમાં 6000 ટુ-વ્હીલર અને 1500 કારનું એડવાન્સ રજિસ્ટ્રેશન થયું હતું.જ્યારે આ વર્ષે દશેરાના દિવસે જ અંદાજે 4000 ટુ-વ્હીલર અને 1000 કારનું રજિસ્ટ્રેશન થયું છે.આ આંકડા દર્શાવે છે કે,ગત વર્ષની સરખામણીએ વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
