બગસરામાં છેલ્લા ઘણા સમયથી હિરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ છવાયેલું જોવા મળે છે, ત્યારે બગસરા હીરાઘસુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કાચા હીરાને પૂરતા પ્રમાણમાં ના મળતા અને બનાવેલા હીરાની પણ પૂરતી લેવાલી ના આવતા હીરાના વેપારીઓ તેના કારીગરોને પૂરતા ભાવ ના આપી શકતા હોવાથી કારીગરોને આર્થિક ભીંસ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
એક સમય એવો હતો બગસરા શહેર હીરાનું હબ ગણાતું હતું. ત્યારે શહેરમાં લગભગ 45 જેટલા કારખાના ચાલતા હતા જેમાં અંદાજે એક કારખાનામાં ચાર હજાર જેટલા કારીગરો કામ કરતા હતા જે હાલ આટલી ગંભીર પરિસ્થિતિમાં 22 જેટલા કારખાના ચાલે છે. જેમાં અંદાજે 2000 જેટલા કારીગરો કામ કરે છે. પણ આ કારીગરો પણ તન તોડ મહેનત કરવા છતાં પૂરતું વળતર ના મળતું હોવાથી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જયારે પહેલા કારીગરો અંદાજે મહિનાના 15થી 20 હજાર કમાઈ લેતા હતા ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે પાંચ હજાર જેવું માંડ કમાઈ શકે છે.