મહિસાગર જિલ્લાના બાલાસિનોરની નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના 14 વર્ષીય વિદ્યાર્થીનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં શાળા અને વાલીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. ઉત્સવ મહેરા નામનો વિદ્યાર્થી કબડ્ડી રમી રહ્યો હતો તે દરમિયાન તેની અચાનક તબિયત બગડી હતી. પ્રાથમિક વિગતો મુજબ, હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.
રાજ્ય કક્ષાએ કબડ્ડી રમી ચૂક્યો હતો ઉત્સવ
ઉત્સવ અગાઉ રાજ્ય કક્ષાએ કબડ્ડી રમી ચૂક્યો હતો અને નેશનલ કક્ષાની સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યો હતો. રમતગમતમાં સક્રિય એવા 14 વર્ષના વિદ્યાર્થીનું આ રીતે અચાનક મોત થતાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
