બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા કે, કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા, BAPS સ્વા.મંદિર ગઢડા તથા ટેલીફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા જેવા વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
58 જગ્યાઓને રેડ અને યલો ઝોનમાં મુકાઈ
આ સિવાય ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પીંગ સ્ટેશન નાવડા તથા ગઢડા તથા સોનાવાલા હોસ્પિટલ બોટાદ તથા CHC હોસ્પિટલ ગઢડા તથા મધુસુદન ડેરી ગઢડા તથા ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટ બોટાદ, કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરી બોટાદ તથા બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલ વિજળી પાવર સપ્લાયર સબ સ્ટેશનો વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની SOP અને Drone rules-2021 મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં બોટાદ જિલ્લામાં કુલ- 58 સ્થળોને રેડ, યલો ઝોનમાં મુકવામાં આવ્યા છે.













