મેળામાં વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા અવિરત ત્રણ વર્ષથી માઈભક્તોની સેવા કરવામાં આવે છે. આ કેમ્પ ખાતે યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે. ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.
૨૪ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પડાઈ રહી છે કેમ્પમાં
વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પના આયોજક જીવરાજભાઈ આલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન, મસાજ સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. વિહોતર ગ્રૂપ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી સામાજિક સાથે રણુજા જતા પદયાત્રીઓને પણ સેવા આપવામાં આવે છે. આ સેવા કાર્ય વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાય છે. આ ટ્રસ્ટ પાવાગઢ, ઢીમા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતા પદયાત્રીઓ માટે સેવાનું કામ કરે છે. આ ટ્રસ્ટ સમાજ સેવા, સંગઠન, શિક્ષણ, વ્યસન મુક્તિ સહિત શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે કામ કરે છે.













