બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક પોલીસ પુત્રના કારસ્તાને ખળભળાટ મચાવ્યો છે. માલણ રોડ પર વાસડા ગામ નજીક એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસની નેમ પ્લેટ લગાવેલી એક કારે સામેથી આવતી અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કાર ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.


[[$googlead]]

કારમાં સવાર અન્ય યુવકે કરી કબૂલાત

મળતી જાણકારી અનુસાર, આ અકસ્માત સર્જનાર કારનો ચાલક પોલીસ પુત્ર સાહિલ મુડેઠીયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સાહિલ નશામાં ધૂત હતો અને કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેણે આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ કારમાં સવાર અન્ય એક યુવકે પણ પોતે અને સાહિલ નશામાં હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

[[$alsoread]]

કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા

ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત કારમાંથી બીયરના ટીન પણ મળી આવ્યા હતા, જે સાહિલના નશામાં હોવાનો દવાને સમર્થન આપે છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. એક પોલીસ પુત્ર દ્વારા નશામાં ધૂત થઈને અકસ્માત સર્જવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે. પોલીસ આ મામલે કેવા પગલાં ભારે છે તે જોવું રહ્યું.


  • Follow us on: