બનાસકાંઠામાં પશુચાલકો મામલે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પશુચાલકોના હિત જળવાઇ રહે તે માટે રજિસ્ટ્રારે મહત્ત્વનો આદેશ આપ્યો છે. ખાનગી દૂધ ખરીધ કેન્દ્ર બંધ કરવા રજિસ્ટ્રારે આદેશ આપ્યો છે. આ આદેશ બાદ પશુ પાલકોમાં ખુશી જોવા મળી છે. આ ઉપરાંત સૂચિત મંડળીઓ પણ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવો નિર્ણય કરાયો છે. નોધાયેલી મંડળી હોય તેવા ગામની સૂચિત મંડળી બંધ થશે.


[[$googlead]]

રજિસ્ટ્રારનો મહત્ત્વપૂર્ણ આદેશ

બનાસકાંઠામાં પશુ પાલન મોટી સંખ્યામાં કરવામાં આવે છે. જેથી અહીં દૂધ ઉત્પાદન પણ સારુ થાય છે. હવે આ દૂધની યોગ્ય કિંમત પશુ પાલકોને મળે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. બનાસકાંઠા તેના કાર્ય માટે જાણીતુ છે. તેવામાં રજિસ્ટ્રારના આદેશે ચર્ચા જગાવી છે. આ ચર્ચા બાદ પશુપાલકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. દૂધ ઉત્પાદની કિંમત પશુ પાલકોને યોગ્ય રીતે મળી રહી તે માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ સાથે જ ગ્રાહકોને કોઇ વધુ રકમ ચુકવવી ન પડશે તે અંગે જાહેરાત પણ કરવામાં આવી હતી.

[[$alsoread]]

પશુચાલકોના હિતને લઇ મોટો નિર્ણય

ખાનગી દૂધ ખરીધ કેન્દ્ર બંધ કરવાના રજિસ્ટ્રારના આદેશ બાદ પશુ પાલકો પોતાની સારી આવક ઉભી કરી શકે છે. નોધાયેલી મંડળી હોય તેવા ગામની સૂચિત મંડળી બંધ થશે. તેવા નિર્ણય બાદ આવકના માર્ગમાં કોઇ બાંધા ઉત્પન્ન નહી થાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. 

  • Follow us on: