ગુજરાત સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરતાં તાત્કાલિક ધોરણે અડધી રાત્રે પણ સારવાર મળી રહેતા અનેક લોકોના સમયસર સારવાર કારણે સરકારની 108 એમ્બ્યુલન્સ સેવાથી જીવતદાન મળી રહ્યાં છે. ભાભર 108 વાન દ્વારા ગતરાત્રે એક મહિલાને 108 વાનમાં સફ્ળ પ્રસુતિ કરાવી માતા અને શીશુનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકાના મીઠાં ગામે રમીલાબેન કલ્યાણજી ઠાકોર નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હોવાનો કોલ ભાભર 108 એમ્બ્યુલન્સને તારીખ 29/8/25 રાત્રે 2:22 કલાકે આવતા ઈએમટી અમરતભાઈ ઠાકોર અને પાઈલોટ પ્રભાતસિંહ વાઘેલાએ તાત્કાલિક પુરઝડપે 108 વાન મીઠા ગામે પહોંચાડી મહિલાને 108 વાનમાં સારવાર ચાલુ કરી હતી પરંતુ પ્રસુતિની વધુ પીડા ઉપડતાં ઈએમટી દ્વારા 108 એમ્બ્યુલન્સમાં સફ્ળ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો બાદમાં વધુ સારવાર અર્થે મહિલાને ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમ ભાભર 108 એમ્બ્યુલન્સ સેવાની સરાહનીય કામગીરીથી દર્દીના પરીવાર દ્વારા સરકારની 108 વાન સેવાને બિરદાવી હતી.










