જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ "રાઉન્ડ ધ ક્લોક" કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એન.જી.ઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે તેમજ દવાઓ અને ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.


બનાસકાંઠામાં પૂર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકરવાની શકયતા

થરાદ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ચારડા અને વાવ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર માલસણ ખાતે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવાઈ છે. થરાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એચ.વી.જેપાલે આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી આપી આરોગ્ય વિભાગ અન્ય વિભાગો અને સરપંચ તલાટી સાથે સંકલનમાં રહી ખડેપગે સેવાઓ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે કાર્યરત રહી ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે.

વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૧ સપ્ટેમ્બરના રોજ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત લોકોને મળી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી. જેને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની સૂચનાને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે. સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ ૧૦૦ થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે.

 

  • Follow us on: