બનાસકાંઠાના ભાભરમાં ખાતર માટે લાઈનો લાગી છે અને વહેલી સવારથી ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા છે, એગ્રો સેન્ટર ખાતે ખાતર માટે ખેડૂતો લાઈન લગાવીને બેઠા છે, શિયાળુ પાક માટે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે અને ભાભરમાં ખાતરનો જથ્થો પૂરો પાડવા ખેડૂતોની માગ છે.


[[$googlead]]

ભાભરમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાઈન લાગી

શિયાળુ રવિ સીઝનમાં પાક માટે યુરિયા ખાતરની ખેડૂતોને ખાસ જરૂર હોય છે અને ભાભરમાં ખેડૂતો ખેતીકામ છોડી વહેલી સવારથી લાઈનમાં ઉભા છે તેમ છત્તા ખાતર મળતું નથી તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે, થોડા સમય પહેલા ભાભરમાં સફેદ ખાતરનો કાળો કારોબાર પોલીસે ઝડપ્યો હતો અને ભાભરમાં યુરિયા ખાતરનો જથ્થો આવતો હોવા છતાં ખેડૂતોને પુરતું ખાતર મળતું નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતો વહેલી સવારથી બાઇક અને ટ્રેક્ટર જેવા વાહનો સાથે પહોંચ્યો એગ્રો સેન્ટરો પર

ગઇકાલે ભાભર ખાતે યોજાયેલા આત્મ નિર્ભર ભારત સંકલ્પ કાર્યક્રમમાં પણ ભાજપ આગેવાન ભુરાજી ઠાકોરે ખેડૂતો પુરતું ખાતર મળે તેવી માગ કરી હતી, ભાભરમાં સફેદ ખાતરનો કાળો કારોબાર હજુ પણ યથાવત હોવાનું ખેડૂતો ચર્ચી રહ્યાં છે, ભાભરના કેટલાક ગોડાઉનોમા ખાતરનો જથ્થો હોવા છતાં કૃત્રિમ અછત ઊભી કરીને ખેડૂતોને લૂંટવાનો પેંતરો કરાઈ રહ્યો છે તેવો આક્ષેપ છે, ભાભર વિસ્તારમાં ખાતરની તપાસ કરી જથ્થો પુરો પાડવા ખેડૂતોની માગ છે.

[[$alsoread]]

થરાદ વિસ્તારમાં અપૂરતું ખાતર મળી રહ્યું છે તેવો ખેડૂતોનો આક્ષેપ

ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, શિયાળુ સિઝનના પાક માટે ખાતરની જરુર છે પણ થરાદ વિસ્તારમાં અપૂરતું ખાતર છે. વહેલી સવારથી મહિલાઓ સહિત ખેડૂતો ખાતર લેવા માટે થરાદ સંઘમાં લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોની ખાતર માટે લાઇન જોવા મળી રહી છે. ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા છે છતાં પુરતું ખાતર ના મળતું હોવાનો આરોપ લગાવાયો છે.

  • Follow us on: