વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આજે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ ૧.૫૦ લાખ ફૂડ પેકેટ તથા ૧ લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે. વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


જે વિસ્તારમાં વરસાદી પાણી ઓછું થયું છે ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે

ધાનેરા પ્રાંત અધિકારી કે.આર.ઉનડકટે જણાવ્યું કે, સરકાર અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે ૨ લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરાઈ છે અને આજે પણ વધુ ૨ લાખ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવાની કામગીરી ચાલુ છે. આજે સુઈગામ તાલુકાના કણોઠી, લીંબાડા, મમાણા, કરોટી, સુઈગામ સહિતના વિસ્તારમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં વરસાદી પાણી ઓછું થયું છે ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

 

  • Follow us on: