બનાસકાંઠાના થરાદમાં છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે, પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે અને ગટરના પાણી ઉભરાતા લોકો ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે અને રોગાચાળો ફેલાય તેવી ભીતિ સ્થાનિકો સેવી રહ્યાં છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ ગટરના પાણી કયારે ઉતરે છે અને સફાઈ કામગીરી પછી કરાય છે કે નહી.


[[$googlead]]

થરાદ શહેરમાં વરસાદી પાણીથી નહી પણ ગટરના પાણીથી લોકો કંટાળ્યા

પોલીસ લાઇન પાછળની સોસાયટીમાં મુખ્ય ચાર રસ્તા વરસાદી પાણીથી નહી પણ ગટરના ગંદા પાણીથી લોકો કંટાળી ગયા છે, ચાર રસ્તા પાસે આંગણવાડી પણ આવેલી છે અને છેલ્લા 20 દિવસથી પાલિકાની બેદરકારીથી ગટરના દૂષિત પાણી ભરાવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે, કાયમી નિકાલ બે દિવસમાં નહી થાય તો નગર પાલિકામાં ભુખ હડતાળ પર બેસીશું તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારી છે, સ્થાનિકોનું કહેવું છે કે, ગટરના પાણી બેક એટલા મારે છે કે ઘરમાં પણ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે.

ગટરના પાણી ઉભરાવાથી સ્થાનિકો કંટાળ્યા

સ્થાનિકોનું કહેવું છે કે, આ ગટરના પાણી છેલ્લા 20 દિવસથી ઉભરાઈ રહ્યાં છે અને પાલિકાને આ વાતની જાણ છે તેમ છત્તા કામગીરી કરતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, ગટરના પાણી બેક મારવાથી દુર્ગંધ પણ મારે છે, સાથે સાથે પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે તેમ છત્તા નિરાકરણ આવતું નથી, બાળકોથી લઈ મોટા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, નગરપાલિકા તમે પણ જુઓ આ દ્રશ્યો, સ્થાનિકો ટેકસ પણ ભરે છે અને સામે સુવિધા તો મળતી નથી, ધારાસભ્ય સાહેબ તમે પણ આ જગ્યાએ જાવ તો તમને પણ ખબર પડશે કે તમને વોટ આપીને જીતાડનાર સ્થાનિકોની કેવી દયનીય હાલત છે.

[[$alsoread]]

 

  • Follow us on: