થરાદ તાલુકાના ભાચર ગામની સીમમાં 300 એકર જમીનમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખેતરોમાં વસવાટ કરતાં 30થી વધુ ખેડૂતોના ઘરમાં રહેતા પરિવારોનું જીવન જીવવું અતિ મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે આ પાણીના નિકાલ માટે વારંવાર તંત્રને રજૂઆત કરી તેમ છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા આખરે રોષે ભરાયેલા ખેડૂતોએ કહ્યું હતું કે. અમારે ઘરવખરી કેસ ડોલ પાક નિષ્ફળ કે જમીન ધોવાણ નથી જોઈતું પરંતુ આ પાણીનો નિકાલ કરવામાં આવે.


[[$googlead]]

પાણીમાં વસીને પરિવાર ચલાવે છે ગુજરાન

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વરસાદી પૂરને લઈને થરાદ વાવ અને સુઈગામ વિસ્તારને ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, આ દરમિયાન કેટલા ગામો પાણીમાં તરબોળ થઈ ગયા છે, જોકે હજુ કેટલાય ગામોની ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે જેની સામે જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે તો આજે થરાદ તાલુકાના ભાચર ગામની અંદર ગોળા વિસ્તારની સીમની આશરે 300 એકરથી વધુ જમીનમાં હજુ પણ ચારથી પાંચ ફૂટ પાણી ભરાયેલા પડ્યા છે અને આ પાણીની અંદર 30 થી પણ વધારે કુટુંબો અંદર મજબૂરીમાં જીવન ગુજારી રહ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી પણ નિરાકરણ કોઈ નહી

ઘરોની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે અને આ પાણી નિકાલ માટે હજુ પણ કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી છેલ્લા 24 દિવસથી વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે અને આ વિસ્તારમાં સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો છે જોકે ત્યાંના સ્થાનિક લોકોની એક જ માર્ગ છે અમારે ઘરવખરી કેસડોલ કે અન્ય કોઈ સહાય જોઈતી નથી ઉપરથી જો સરકારને સહયોગ જોઈતો હોય તો અમે આપીએ પરંતુ અમારા ખેતરોની અંદર જે પાણી ભરાયેલું છે તે પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે એવી અમે માગ કરી રહ્યા છે, જોકે આ બાબતે અમે સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર પ્રાંત અધિકારી સહિતના જવાબદાર તંત્ર અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ બાબતે અમે રજૂઆત કરી ચુક્યા છીએ પરંતુ હજુ સુધી આજે 25મો દિવસ થવા આવ્યો છે.

[[$alsoread]]

પાણીનો નિકાલ નહી કરાય તો ઉપવાસની સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી

ગામની સીમમાં પાણી ભરાયેલી આની આ જ પોઝિશન છે જો કે આગળ પાણી નિકાલ માટેની જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી જેના કારણે અત્યારે આ 300 એકરથી વધારે વિસ્તારમાં પાણી ભરાયેલી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ખેતરોમાં રહેઠાણો બનાવેલ છે તે પણ પાણીની અંદર ભયંકર પરિસ્થિતિમાં ઊભા છે અને આ દરમિયાન લોકોને એટલી બધી કપરી પરિસ્થિતિ વીતી રહી છે તો આ બાબતે જો જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ભાચર ગામની સીમમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવનાર ટૂંક જ સમયની અંદર સમસ્ત ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં થરાદ પ્રાંત કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવા માટેની ખેડૂતો ચીમકી વિચારી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું આવનાર સમયમાં શું તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરે છે તે તો સમય જ બતાવશે

  • Follow us on: