કાકવાડા અને આસપાસના ગામના લોકોને અમીરગઢ આવવા માટે નદીના રસ્તે આવવુ પડે છે. અને ચોમાસા દરમિયાન નદીમાં પાણી પ્રવાહ વધે ત્યારે સંપર્ક તુટી જાય છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા રપટનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. દરમિયાન કાકવાડાના એક ખેડૂતે નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર વહેણ વચ્ચે ચલાવી અને પાર કરવાનુ સાહસ કરતા નદીના વચ્ચે જતા પાણી ઉંડુ હોવાથી ટ્રેકટર બહાર નીકળવામાં મુશ્કેલી થઈ હતી. આથી લોકોએ દ્રશ્ય જોતા સૌના જીવ અધ્ધર થયા હતાં. જોકે યેનકેન પ્રકારે ટ્રેક્ટર ચાલકે માંડ માંડ ટ્રેક્ટર બહાર કાઢયુ હતુ.



  • Follow us on: