ધાનેરા ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ રવિવારે સવારે શુભ મુહૂર્તમાં મગફ્ળીની ખરીદીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર આ ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તા.9મીને રવિવારથી શરૂ થયેલી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફ્ળીની ખરીદીની પ્રક્રિયા આગામી 70 દિવસો સુધી ચાલશે. ધાનેરા તાલુકામાં કુલ 20,714 ખેડૂતોએ મગફ્ળી વેચવા માટે નોંધણી કરાવી છે, જેના માટે દરરોજ 400 ખેડૂતોને મગફ્ળી ખરીદી માટે બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા મગફ્ળીનો ટેકાનો ભાવ રૂપિયા 1,452 પ્રતિ 20 કિલોએ નક્કી કરવામાં આવ્યો છે. આ ખરીદીમાં ખેડૂત દીસુધારેલી મેટરઠ હેક્ટર દીઠ 2,500 કિલો મગફ્ળીની ખરીદી કરવામાં આવશે.તેમ માસુંગ ભાઇ મેનેજરે જણાવ્યું હતું. મગફ્ળીની ખરીદી શરૂ થતાં જ વહેલી સવારથી જ ધાનેરાના ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી ભરીને મગફ્ળી વેચાણ કરવા માટે ટેકાના ખરીદ કેન્દ્ર પર પહોંચી ગયા હતા. લાંબા સમયથી રાહ જોઈ રહેલાખેડૂતોમાં ટેકાના ભાવે મગફ્ળી વેચીને આર્થિક રાહત મેળવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ ખરીદીથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળવાની અને આર્થિક સ્થિતિ સુધરવાની આશા છે. આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.



  • Follow us on: