ભારત પાકિસ્તાનના ભાગલા પડયા બાદ બન્ને દેશો વચ્ચે 1971માં યુદ્ધ થયું હતું. ત્યાર બાદ 1971 અને 1982માં ઘણા હિન્દુ પરિવારે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો. જેમાં હજારો પરિવારો ભારતમાં આવતાં તેમણે વતન ગણી લઈ નાગરિકતા સ્વીકારી હતી. જે પૈકી થરાદના શિવનગરમાં બ્રાહ્મણ, વજીર, દલીત, પંડયા, લુહાર સહિત અનેક પરિવાર વસ્યા છે. 40 વર્ષથી વસતા આ પરિવારોની બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધનના પર્વના દિવસે બહેનો આજે પણ રાખડી બાંધી શકતી નથી. 40 વર્ષથી પિયરનું મોં પણ જોયું નથી. આવી બહેનોની મુલાત લેતાં તેમની ભાઈની યાદ સંદર્ભે યાદગીરીમાં રક્ષા બાંધવાની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે છે. થરાદની ગવરીબેન, ગંગાબેન, લીલાબેન, શીલાબેન જેવી અનેક બહેનોનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધને અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે. અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા. પણ હવે વિઝા મળતા નથી. જેથી અમો રાખડી બાંધવા જઈ શકતા નથી. રાખડી બાંધી આશીર્વાદ આપનારી બહેનો 40 વર્ષથી દર રક્ષાબંધને ભાઈની યાદમાં થાળીમાં રાખડી કુમ કુમ સહિત મીઠાઈ રાખી તૈયારીઓ કરે છે. પરંતુ ભાઈ પાકિસ્તાન હોવાથી આ રાખડી તેના સુધી પહોંચતી નથી. આ બહેનો ગરીબ હોવાથી વિઝા લઈ શકતી નથી અને તેઓને ત્યાં જવાના વિઝા મળતા પણ નથી.



  • Follow us on: