બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા સામે વિરોધ ઉભો થયો છે.


ભારત માલા એકસપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડયો છે. જિલ્લામાં મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે. જો ટુંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામુલી જમીનનું પૂરતું વળતર નહિં મળે તો ગાંધીનગર સુધી કુચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


  • Follow us on: