બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલા ગોઢ ગામના ઠાકોર સમાજે ગામમાં વધતા સામાજિક વિવાદો અને અસામાજિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને નવા નિયમો અમલમાં મૂક્યા છે.


ગ્રામજનોએ બેઠક કરીને કડક નિયમો બનાવ્યા છે. ગોઢ ગામના ઠાકોર સમાજે ગ્રામજનોની એક બેઠક બોલાવી અને છોકરા-છોકરી ભાગી જવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સમુદાયે કડક નિયમો બનાવ્યા છે. ગામમાં શાંતિ અને શિસ્ત જળવાઈ રહે એ માટે આ બેઠકમાં સર્વસંમતિથી નિયમો નક્કી કરાયા છે. નિયમ મુજબ જો ગામનો કોઈ છોકરો કે છોકરી ભાગી જાય તો તેના પરિવાર સાથે સામાજિક અથવા આર્થીક વ્યવહાર કરનારને રૂપિયા એક લાખનો દંડ કરાશે. જોકે આ નિયમોનો હેતુ કોઈને તકલીફ્ પહોંચાડવાનો નથી પણ ગામમાં અશાંતિ ફ્ેલાય તે અટકાવવાનો છે. વધુમાં ગામમાં કોઈપણ પ્રસંગે ડ્ઢત્ન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ ગામની સીમામાં દારૂ વેચનાર પકડાય તો તેના પર રૂપિયા 51,000 નો દંડ ભરવો પડશે. આગેવાનોએ દારૂના કારણે થતા વિવાદો અટકાવવા ગામે આ કડક કાર્યવાહી નક્કી કરી છે. નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સાથે ગામના લોકો તમામ સામાજિક અને આર્થીક લેવડદેવડ બંધ રાખશે. ગ્રામજનો માને છે કે આ પગલાંથી સામાજિક શિસ્ત મજબૂત થશે અને ગામમાં શાંતિ જળવાઈ રહેશે.


  • Follow us on: