બનાસકાંઠા જિલ્લાના ચાંગા ગામેથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ માત્ર 3 વર્ષના નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામજનોમાં ભારે ભય અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.
આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ
બાળકના મોતના અહેવાલ મળતા જ સ્થાનિક આરોગ્ય તંત્ર તુરંત જ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની વિશેષ ટીમો તાત્કાલિક ધોરણે ચાંગા ગામે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક તકેદારીના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
