કાંકરેજ તાલુકાના પાદરડી ગામે જમીનના કબજાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ખેતરની જમીનના માલિકી હક અને તેના કબજાને લઈને થયેલા વિવાદમાં, પરિસ્થિતિ એટલી તંગ બની કે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.


બનાસકાંઠાના કાંકરેજમાં જમીનને લઇ વિવાદ 

પ્રાપ્ત માહિતી અનુસાર, શિહોરી પોલીસ મૂળ જમીન માલિકને ખેતરનો કબજો અપાવવા માટે કોર્ટનો હુકમ લઈને પાદરડી ગામે પહોંચી હતી. જ્યારે પોલીસ કોર્ટના આદેશ મુજબ કબજો સોંપવાની કાર્યવાહી કરી રહી હતી, ત્યારે સામે પક્ષના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસે જ્યારે તેમની કામગીરીમાં અડચણરૂપ થતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે મામલો વધુ ગરમાયો હતો. વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં ઝપાઝપી થઈ હતી. આ વિરોધમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પોલીસની કામગીરી રોકી સ્થાનિકોએ કરી ઝપાઝપી 

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો કર્યા હતા. કોર્ટના આદેશનું પાલન કરાવવા ગયેલી પોલીસની ટીમ સામે જ આ પ્રકારે માથાકૂટ થતાં હાલમાં પાદરડી ગામમાં તંગદિલીનો માહોલ છે. પોલીસે કાયદાનું પાલન કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: