બનાસકાંઠાના દાંતા નજીક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. દાંતા તાલુકાના દિવડા ગામના ભક્તોને આ માર્ગ અકસ્માત નડ્યો છે. રણુજા દર્શન કરીને પરત આવી રહ્યા હતા, તે સમયે શ્રદ્ધાળુઓને રાજસ્થાનના ભીનમાલ પાસે અકસ્માત સર્જાયો છે. સ્વીફટ કાર રોંગ સાઈડમાં આવતા સામે આવી રહેલી ઈકો ગાડીને ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ઈકો કારમાં સવાર વસી ગામના 1 રહેવાસીનું મોત થયું છે. ત્યારે 7 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલમાં આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


અમરેલી બાબરા હાઈવે પર ટ્રિપલ અક્સ્માત

બીજી તરફ અમરેલી બાબરા હાઈવે પર ત્રિપલ અક્સ્માત સર્જાયો છે. ટ્રક અને 2 કાર વચ્ચે અક્સ્માત સર્જાયો છે. અમરેલી બાબરા હાઈવે તેના કારણે બાધિત થયો છે. અમરેલી બાબરા માર્ગ સાંકડો હોવાથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. અમરેલી બાબરા માર્ગ બંધ થતા વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. આ અકસ્માતમાં 5 જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ છે.

પોરબંદર દ્વારકા હાઇવે પર ખાનગી બસ પલટી,  10થી વધુ લોકોને ઈજા

પોરબંદર દ્વારકા હાઈવે પર કુરંગા ગામ પાસે ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે. દ્વારકા દર્શન કરી પરત અમદાવાદ જતા યાત્રિકોથી ભરેલી ખાનગી બસ પલટી ખાઈ જતા 10થી વધુ લોકોની ઈજા પહોંચી છે. હાઈવે રોડ વચ્ચે ગાય આવી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બસ પલ્ટી ખાઈ જતાં વાહનમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી છે. અક્સ્માતમાં ઈજાગ્રસ્તોને ખંભાળિયા તેમજ દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બસમાં સવાર નાના મોટા લોકોને ઈજાઓ પહોંચી હોય 108 મારફતે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • Follow us on: