બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરથી ઘાસચારાને થયેલા નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે તાત્કાલિક રાહત પગલાં શરૂ કર્યા છે. થરાદ તાલુકાના દૂધ શીત કેન્દ્ર આગળથી 47 ગાડીઓ ભરીને સૂકો ઘાસચારો અસરગ્રસ્ત ગામો તરફ રવાના કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ સાંસદ પરબત પટેલ ઉપસ્થિત રહ્યા હતા,જેમણે ઘાસચારાના વિતરણને લીલી ઝંડી બતાવી.પ્રથમ તબક્કામાં ભરડાસર,તાખુંવા અને કાસવી ગામોને પ્રાથમિકતાથરાદ તાલુકાના ભરડાસર, તાખુંવા અને કાસવી ગામોમાં સૌપ્રથમ સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. 


47 ગાડીઓને આ યોજનાનો લાભ મળશે 

પૂરના કારણે પશુઓ માટે ખોરાકની ભારે અછત સર્જાઈ હતી.આ વિસ્તારોમાં 16 ઇંચથી વધુ વરસાદે ખેતરો અને ઘાસના રાજ્ય સરકારે વધુ ભાર મૂક્યો છે.જેના કારણે પશુપાલકો પર ગંભીર આર્થિક સંકટ આવ્યું હતું.આ રાહત કાર્યક્રમ હેઠળ,રાજ્ય સરકારે સૂકો ઘાસચારો મફત વિતરણ માટે ફાળવ્યો છે.જે 10 દિવસની પશુઓની જરૂરિયાત પૂરી કરશે.થરાદથી રવાના કરાયેલી 47 ગાડીઓ આ યોજનાનો એક ભાગ છે, જે ખાસ કરીને સરહદી ગામોમાં પહોંચાડવામાં આવી રહી છે.પશુપાલકોમાં ખુશીનો માહોલઘાસચારાની આ ગાડીઓ પહોંચતા જ સ્થાનિક પશુપાલકોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો.


પશુપાલકે શું કહ્યું?

ભરડાસરના એક પશુપાલકે જણાવ્યું, પૂરે અમારા ઘાસના ખેતરો બરબાદ કરી દીધા હતા. સરકારે સમયસર ઘાસચારો મોકલીને અમારા પશુઓને બચાવ્યા છે. તાખુંવાના રહીશે પણ આ રાહતને જીવનદાયી ગણાવી અને સરકારનો આભાર માન્યો.


બનાસકાંઠાના પશુપાલકો અમારી પ્રાથમિકતા : શંકર ચૌધરી

સરકારી અધિકારીઓ અને નેતાઓની સક્રિય ભૂમિકાવિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું,બનાસકાંઠાના પશુપાલકો અમારી પ્રાથમિકતા છે. અમે ખાતરી કરીશું કે દરેક અસરગ્રસ્ત ગામમાં ઘાસચારો પહોંચે. પૂર્વ સાંસદ પરબત પટેલે પણ આ પ્રયાસોને વખાણ્યા અને કહ્યું, સરહદી વિસ્તારોના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા સરકાર પૂર્ણ પ્રયાસ કરી રહી છે. જિલ્લા વહીવટે પણ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું છે અને વધુ ગામોમાં ઘાસચારો પહોંચાડવાની યોજના બનાવી છે.


  • Follow us on: