જિલ્લાના શિક્ષણ વિભાગનો એક ગંભીર છબરડો સામે આવતા આ મુદ્દો હાલમાં 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તૈયાર કરાયેલા પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગ ગુજરાતી કેલેન્ડરના વાર લખવામાં ભૂલ કરી બેઠું છે, જે શિક્ષણ વિભાગની ગંભીર લાપરવાહી દર્શાવે છે. આ છબરડો ધોરણ-૫ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં સામે આવ્યો છે. વાસ્તવમાં આજે, એટલે કે 7 ઓક્ટોબરના રોજ મંગળવાર છે. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ પ્રશ્નપત્રમાં 7 ઓક્ટોબરના દિવસને 'ગુરુવાર' તરીકે દર્શાવવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં શિક્ષણ વિભાગનો છબરડો
જે વિભાગનું મુખ્ય કામ બાળકોનું યોગ્ય શિક્ષણ અને સિંચન કરવાનું છે, તે જ વિભાગમાં આવી પ્રાથમિક ભૂલ થતાં અને ગુજરાતી કેલેન્ડરના વાર ભૂલી જવાનો છબરડો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. પરીક્ષાના પ્રશ્નપત્રમાં થયેલી આ ગંભીર ભૂલને કારણે આ પ્રશ્નપત્રની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને લોકોમાં આ બાબતે ભારે ચર્ચા જાગી છે.










