જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે બનાસકાંઠાના ભૂસ્તર વિભાગે વહેલી સવારે સપાટો બોલાવ્યો હતો. ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંહ સારસ્વાના કડક માર્ગદર્શન હેઠળ ટીમે ખાનગી વાહનોમાં ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ કસવાનો પ્રયાસ કર્યો છે.
બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો
આ સઘન ચેકિંગ દરમિયાન, ડીસા-ધાનેરા રોડ પર રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું વહન કરી રહેલા છ (6) ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. ટીમે આ તમામ ડમ્પરને રોયલ્ટી પાસ કે પરવાનગી વગર ખનીજ વહન કરતા પકડી પાડ્યા હતા.










