બનાસકાંઠામાં સરકારી ડોક્ટર મનમાની કરતા હોવાની ઘટના સામે આવી છે. દાંતામાં સરકારી ડોક્ટરની મનમાનીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ના ડોક્ટર બિલ્ડિંગ જર્જરિત થતા ગામથી થોડે દૂર બેસવા લાગ્યા. જેના લીધે તબીબ સેવા માટે ગોરાડના ગ્રામજનોની મુશ્કેલીઓ વધી. ગોરાડ ગામના લોકોએ સરકારી ડોક્ટરને નજીકમાં પીએચસી શરુ કરવાનું કહેતા ડોક્ટરે ના પાડી. ડોક્ટરની મનમાની લઈને ગ્રામજનો વિફર્યા અને પીએચસી શરૂ કરવાની માગ કરી.  


[[$googlead]]

ડોકટરની મનમાની સામે ગ્રામજનોમાં રોષ

દાંતા તાલુકામાં આવેલ ગોરડ ગામમાં સરકારી ડોક્ટર પોતાના મનમાની કરી રહ્યા છે. ગામના લોકોને પ્રાથમિક સારવાર મળે માટે તંત્ર દ્વારા સરકારી દવાખાના ખોલવામાં આવ્યા. જ્યાં સરકારી PHCમાં કામ કરતા ડોક્ટરના બેજવાબદાર વર્તનના કારણે નિર્દોષ ગ્રામજનો ભોગ બની રહ્યા છે. જો કે ગોરાડ ખાતેનું સરકારી PHCનું બિલ્ડીંગ જર્જરીત હોવાથી ડોક્ટર બેડા PHCમાં સેવા આપવા લાગ્યા. ગોરડમાં અન્ય સ્થાન પર PHC ખોલવાના બદલે બીજા ગામમાં ડોક્ટર જતા રહેતા ગ્રામજનોમાં ભારે નારાજગી અન રોષ જોવા મળ્યો.

[[$alsoread]]

ગોરાડના લોકોએ આપી આંદોલન ચીમકી

ગોરાડના ગ્રામજનો ડોક્ટરના આ બેજવાબદાર વર્તનને હીટલરશાહી ગણાવી રહ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અમારા ગામથી 10 કિમી દૂર બેડા પીએચસીમા ડોક્ટર બેસવા લાગતા અમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કારણ કે અત્યારે વરસાદી સિઝન છે અને આવી સ્થિતિમાં તત્કાલ તબીબની જરૂર પડે ત્યારે ડોક્ટર દૂર હોવાના કારણે દર્દીને વધુ હાલાકી ભોગવવી પડે છે. અને એટલે ગોરાડના લોકોએ ગોરાડ બેડા પીએચસી ખાતે જઈને વીડિયો બનાવી હેલ્થ ઓફિસરને રજૂઆત કરી. રોષે ભરાયેલા ગોરાડના લોકોએ ઓફિસરને રજૂઆત સાથે માગ કે ફરીથી અમારા ગામમાં પીએચસી શરૂ નહીં થાય તો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી.

  • Follow us on: