ભીલડી ખાતે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠામાં મારી દરેક લોકોના આંખોમાં એક અલગ ચમક છે. કારણ કે, આજે એ વ્યક્તિ તેમની વચ્ચે છે જે વ્યક્તિએ આ ઘરતીનું ભાગ્ય બદલ્યું છે. આ ધરતીનું ભાગ્ય બદલવા માટે વડાપ્રધાન મોદીના અમે આભારી છીએ. આ સ્થળથી મારુ ગામ સાત કિ.મી દૂર છે. આજથી 50 વર્ષ પહેલા મારા પરિવારે બનાસકાંઠા છોડ્યું હતું કારણ કે અહીં પાણી, વીજળી સહિતની સુવિધાઓ નહોતી. ત્યારે મારા જેવા હજારો પરિવારોએ બનાસકાંઠા છોડ્યું હતું. દુકાળના કારણે પશુપાલકોને દૂર દૂર સુધી ભટકવુ પડતું હતું. બહેનો પાણી ભરવા માટે ગામેગામ જતી હતી. ત્યાર બાદ રાજ્યનું અને જિલ્લાનું ભાગ્ય બદલાયું અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી મળ્યા. તેમણે 2003માં કહ્યું હતું કે, બનાસકાંઠા હવે પછાત નહીં રહે. આજે આ બનાસ એશિયાનું સૌથી મોટું ડેરીનું ઘર બન્યું. 

અપશબ્દોની જાણે ડિક્શનરી બનાવી દીધી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વડાપ્રધાનના વિઝન અને તેમના કાર્યોનો કોઈ તોડ શોધી શકાયો નથી. સત્તા લાલચ માટે આ કોંગ્રેસીઓએ વડાપ્રધાન માટે અપશબ્દોની જાણે ડિક્શનરી બનાવી દીધી છે. એમા એવા કોઈ શબ્દો નહીં હોય કે જે બોલીને કોંગ્રેસીઓએ વડાપ્રધાનનું અપમાન ના કર્યું હોય. વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતા પિતા માટે કોંગ્રેસીઓએ અપશબ્દો કહ્યા અને માતા પિતાને અપમાનિત કર્યા છે. આ કોંગ્રેસીઓએ વહેલી સવારથી જાગીને વડાપ્રધાનને ગાળો આપવાનું કામ જ કર્યું છે. આ દેશના 140 કરોડ દેશ વાસીઓએ વડાપ્રધાનને એવો પ્રેમ આપ્યો છે જે આ લોકો તોડી શકે એમ નથી. 

ભીલડી ગામથી રાજ્યને હજારો કરોડોની ભેટ મળી

પીએમ મોદીએ ક્હ્યું કે કેટલાક લોકો દેશને તકલીફમાં જોવા માંગે છે અને આમાં તેમને આનંદ મળે છે. દુનિયામાં યુદ્ધની સ્થિતિમાં આ લોકોએ ખાતરની અછતની અફવા ફેલાવી અને ખોટી લાઈનો બતાવી. પીએમ મોદીએ કહ્યું કે હું દિલ્લી જઈને જે કઈ કરી શક્યો એ તમને આભારી છે. હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે ભીલડી ગામથી રાજ્યને હજારો કરોડોની ભેટ મળી છે. બનાસકાંઠામાં આજે વિકાસનો ઉત્સવ છે. વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું છે. 

આ પણ વાંચોઃ Surat News : દેશની સૌથી ધનિક મનપા પાસે બાળકો માટે ભંડોળ નથી? સુવિધાઓના અભાવે આંગણવાડી રામભરોસે!