બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આજે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનોએ બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર)ની સહાયક કામગીરી સોંપવામાં આવતા તેના વિરોધમાં આંદોલન કર્યું હતું. આંગણવાડીની બહેનોએ તેમની મૂળભૂત ફરજો સિવાયની વધારાની કામગીરીના બોજ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંગણવાડીના કાર્યકરોએ એકઠા થઈને સંગઠિત રીતે દાંતાના મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


દાંતામાં મામલતદારનો ઘેરાવ

તેમણે મામલતદારને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે માંગણી કરવામાં આવી હતી કે તેમને બી.એલ.ઓ.ની સહાયક કામગીરીમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આંગણવાડી કાર્યકરોનું કહેવું છે કે, તેમની મુખ્ય જવાબદારીઓમાં બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. તેની સાથે BLOની કામગીરી સોંપાતા, તેમની મૂળભૂત કામગીરી પર અસર પડે છે અને કામનો બોજ અસહ્ય બની જાય છે. જો તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : Valsad News : વનસદામાં ગુજરાત વન વિભાગ અને NGOનું સફળ ઓપરેશન, દીપડાની ખાલ સાથે 5 તસ્કરો ઝડપાયા 

  • Follow us on: