હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હાલમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. હાલમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થયો છે. બે દિવસ બાદ ફરી ઉત્તર પશ્ચિમી પવન શરૂ થશે અને તાપમાનમાં ફરી ઘટાડો થશે. આ દરમિયાન ગઈકાલે સાબરકાંઠામાં માવઠુ થયું હતું. આજે બનાસકાંઠામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


પાલનપુરના અનેક પંથકમાં કમોસમી વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આજે માવઠું થયું હતું. પાલનપુરના અનેક પંથકમાં કમોસમી વરસાદ થયો છે. માવઠાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાને કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.


આ પણ વાંચોઃ Gujarat News: 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ કરાયુ

  • Follow us on: