[[$googlead]]
ભરૂચ મનરેગા કૌભાંડ મામલે પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને ઓપરેટરની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસ રિમાન્ડ દરમ્યાન ક્યાં પ્રકારની માહિતી અને પુરાવા એકત્ર કરશે તેના પર સૌની નજર રહશે. રિમાન્ડ દરમ્યાન અન્ય કોઈ નેતા કે અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે.
 હીરા જોટવા અને ઓપરેટરના કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા
ભરૂચ LCB ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેના પુત્ર દિગ્વિજયને પૂછપરછ અર્થે લઈ ગઈ છે. હીરા જોટવાને પૂછપરછ માટે લઈ ગયા બાદ ધરપકડ કરવામાં આવી છે.આજે તેના પુત્ર દિગ્વિજયની પણ અટકાયત કરવામાં આવી છે. દિગ્વિજય તા.25 ના સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વિજેતા જાહેર થયેલ છે. ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હીરા જોટવા પુત્રની અટકાયત
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે, કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે, ભરુચ એ ડિવિઝને હીરા જોટવાની કરી પૂછપરછ અને હાંસોટ તા.પં.ના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે, ભરૂચના 56 ગામોમાં 7.50 કરોડનું મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે.

  • Follow us on: