અમદાવાદના જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે, ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે ભાઈ બીજ અને ભાઈ બીજના પર્વ પર કરો ભાઈ અને બહેનમાં પ્રતીક ગણાતા મંદિર એવા જગન્નાથજીના ભાઈ અને બહેન સાથે બિરાજમાન ભગવાન જગન્નાથનું મંદિર છે ભાઈ બહેન પ્રેમનું પ્રતીક, ભાઈ બીજના પર્વની ભગવાન જગન્નાથ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.


[[$googlead]]

જગન્નાથજી બહેન શુભદ્રાજી અને ભાઈ બલરામને કરાયો વિશેષ શણગાર

ભાઈ જગન્નાથ અને બલરામજીએ માતાજીને પાર્વતી શણગાર સોનાના ઘરેણાની આપી ભેટ આપ્યા, અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં નવા વર્ષની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. નવા વર્ષના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથને 151 વાનગીઓનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારની પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ હતો. આ અન્નકૂટની ભવ્ય રચના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી, મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી.

ભક્તોએ અન્નકુટના કર્યા દર્શન

ભગવાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિરના પૂજારીઓ અને ભક્તોએ મળીને આ અન્નકૂટની તૈયારીઓ કરી,પરંપરાને પ્રતિબિંબિત કરતી વાનગીઓ જેવી કે ખીચડી, કઢી, શાક, મીઠાઈ અને ફરસાણનો સમાવેશ થયોઆ પ્રસંગે જગતગુરૂ દિલીપદાસજીએ ભક્તોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી.તેમણે જણાવ્યું કે, નવું વર્ષ નવી ઉર્જા,શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. ભગવાન જગન્નાથની કૃપાથી દરેકનું જીવન સુખ અને શાંતિથી ભરાઈ જાય.તેમના આશીર્વાદથી ભક્તોમાં ઉત્સાહનો સંચાર થયો.

[[$alsoread]]


  • Follow us on: