ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા બુધવારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયુ હતુ. પુર્વ મુખ્યમંત્રીને શ્રધ્ધાંજલી અર્પવા પ્રાર્થના સભા યોજાઈ હતી.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામી, પુર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પુર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, પાલિકા પ્રમુખો વિભુતિ યાદવ, લલિતાબેન રાજપુરોહિત સહિતનાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સ્વર્ગસ્થ પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનામાં અન્ય મૃતકો માટે મૌન પાળી તેમની તસ્વીર ઉપર ફુલહાર અર્પણ કરાયા હતા.










