નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક અને ધોરણ 1 થી 4માં બાળદિનની ઉજવણી કરવામાં આવી. તેમાં વિવિધ કાર્યક્રમો જેવા કે વક્તવ્ય, બાળગીત, માઈન્સ ગેમ્સ, ક્રાફ્ટ વર્ક જેવી પ્રવુંત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ વાતાવરણને ગુંજતું કરી દીધું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક સલાહકાર પી. બી. પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ બી. પટેલ, કો-ઓર્ડીનેટર સરીકાબેન તેમજ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









