આમોદ બહુચરાજી મંદિર પાસે આજ રોજ સાંજના ચાર કલાકે ગૌમાતા ખુલ્લી ગટરમાં પડતા ભારે જહેમત બાદ સ્થાનિક રહીશો તેમજ પશુપાલકોના સાથ સહકાર થી બહાર કાઢવામાં આવી હતી.આમોદ પાલિકા શાસકોની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં ગૌમાતા ગટરમાં ખાબકતા લોકોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો.


આમોદ બહુચરાજી મંદિર પાસે આસપાસ રહેલી ગંદકી પાસે ગાય ફ્રતી હતી ત્યારે ખુલ્લી ગટરને કારણે ગાય અચાનક ગટર માં ખાબકી હતી.જેથી આસપાસના લોકો એ પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરને પહોળી કરી સ્થાનિક લોકો તેમજ રબારી સમાજ ના લોકોના સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક રહીશ ત્રિભોવન સોલંકીએ જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે જે બાબતે અમોએ પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવા જણાવ્યું હોવા છતાં પાલિકા શાસકોએ ખુલ્લી ગટર બંધ નહીં કરતાં અકસ્માત સર્જાયો છે.


  • Follow us on: