અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર ટ્રાફ્કિજામની સમસ્યા હવે જાણે રોજબરોજની ઘટના બની ગઈ છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી ટ્રાફ્કિજામ જોવા મળ્યો હતો ,બિસ્માર હાઇવે ના કારણે છેલ્લા ત્રણ દિવસ થી ટ્રાફ્કિજામ ની સમસ્યા સર્જાતા નોકરિયાત વર્ગ ,રોજિંદા મુસાફરો ,અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.


અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફ્કિજામ જોવા મળ્યો હતો.વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઇવેનો બિસ્માર માર્ગ અને આમલાખાડી પર આવેલો સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. ભારે વાહનવ્યવહાર અને ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક-ટેન્કરોના કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે.ટ્રાફ્કિજામને કારણે અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી માં જતા નોકરિયાત વર્ગ, મુસાફરો તેમજ દૈનિક આવન-જાવન કરતા લોકો તોબા પોકારી ઉઠયા છે. અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી માં જતા નોકરિયાતો નો કિંમતી સમય બગડે છે અને સમયસર પહોંચી શકતા નથી તેમજ .તેમજ સુરત તરફ -જતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો તથા વાહનચાલકોની માંગ છે કે હાઇવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ થાય અને આમલાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી ટ્રાફ્કિ જામ ની સમસ્યા નો કાયમી અંત આવી શકે છે

ખોટકાયેલું વાહન કલાકો સુધી નહિ હટાવતા ટ્રાફ્કિજામ

અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે ઉપર છેલ્લા ત્રણ દિવસ થી ટ્રાફ્કિજામ ની સમસ્યા સર્જાય છે ,માંડવા થી ખરોડ ચોકડી સુધી વારંવાર ટ્રાફ્કિજામ સર્જાય છે.એક તરફ બિસ્માર હાઇવે અને માર્ગ ઉપર અકસ્માત ગ્રસ્ત વાહન કે ખોટકાયેલું વાહન કલાકો સુધી હટાવવામાં નહિ આવતા ટ્રાફ્કિજામ ની સમસ્યા ઉભી કરે છે .ત્યારે સર્જાતી ટ્રાફ્કિજામ ની સમસ્યા ને હલ કરવા તંત્ર અને ટ્રાફ્કિ પોલીસ પગલાં ભારે તેવી વાહનચાલકો ની માંગણી છે.


  • Follow us on: