ભરૂચ શહેર જિલ્લામાં ગઈકાલે રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 48 કલાકથી ભરૂચ શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં હોવાને કારણે ખેડૂતોના માથા પર ચિંતાની લકીરો ઉપસી આવી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વાલિયામાં બે ઈંચ તેમજ ઝઘડિયા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. જેમાં સૌથી વધુ વાલિયામાં બે ઈંચ તેમજ ઝઘડિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નેત્રંગ અને હાંસોટમાં એક ઈંચ, જંબુસર-આમોદમાં 7-7 મીમી, ભરૂચમાં 11 મીમી, અંક્લેશ્વરમાં 12 મીમી વરસાદ નોધાયો હતો. માવઠાને કારણે ડાંગર અને કપાસ હિત મગ,મઠ, અડદ તેમજ તૂવેર પકવનારા ખેડૂતોને નુકસાનીની ભિતી સતાવી રહી છે.










