ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભક્તો શ્રીજીની ભક્તિમાં લીન થઈ રહ્યાં છે. યુવા મંડળો દ્વારા 10 દિવસ સુધી શ્રીજીની અરાધના કરી અનંત ચૌદશે ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.


નદીઓમાં પ્રદુષણ ન થાય અને જળચળ શ્રૃષ્ટીને કોઈ નુકસાન ન થાય. ત્યારે સરકારના આદેશને લઈને શહેર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા કુત્રિમ કુંડમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરુપે ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. દર વર્ષની 10માં દિવસે થનારા વિસર્જન માટે જેબી મોદી પાર્ક પાસે જ બે કૃત્રિમ કુંડ બનાવાયાં છે. સાથે સાથે મક્તમપુર ગામ જેટકો સબ સ્ટશન પાસે અને ઝાડેશ્વર ગામે ગાયત્રી મંદિર પાસે એક કુંડ બનાવાયાં છે. જેને આખરી ઓપ આપી દેવામાં આવ્યાં છે. આવતા બે દિવસમાં તમામ કૃત્રિમ કુંડમાં પાણી ભરવાની કવાયત હાથ ધરવામાં આવશે. અનંત ચૌદસના દિવસે 5 ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓને આ કુંડમાં વિસર્જિત કરાવમાં આવશે.


  • Follow us on: