અંકલેશ્વરની અમન માર્કેટમાં આવેલ એચ.કે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ચાર જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવેની બાજુ માં આવેલ અમન સ્ક્રેપ માર્કેટ માં એચ કે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિક ના ગોડાઉન માં કોઈક કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી પ્લાસ્ટિક નો વેસ્ટ જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતા 5 કિલોમીટર સુધી આગ ના કાળા ધુમાડા દેખાયા હતા આગ ની જાણ થતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ ના ચાર જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા, અને પાણી નો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટના ના પગલે બી ડિવિઝન પોલીસનો કાફ્લો દોડી આવ્યો હતો ,આ આગ ની ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી










