હાંસોટ તાલુકાના દિગસ ગામની સીમમાંથી ભરૂચ એલસીબીની ટીમે રૂ.23.45 લાખના વિદેશીદારૂના જથ્થાસાથે એક શખ્સની ધરપકડ કરી ચાર વાહનો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 49 લાખ 55 હજારો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ કેસમાં 12 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરૂચ એલસીબીની માહિતી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના હજાત ગામમાં રહેતો દશરથ બાલુ વસાવાએ વિદેશીદારૂનો મોટો જથ્થો મંગાવીને હાંસોટ તાલુકાના દિગસ ગામની સીમમાં દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યો છે. પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી રૂ. 23.45 લાખનો વિદેશીદારૂ ટેમ્પો, 3 ઇકો કાર,3 મોબાઈલ મળી કુલ રૂ. 49.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મુંબઈ નાલાસોપારાના દિનેશ સુર્યપ્રતાપસિંહની ધરપકડ કરી હતી. જ્યારે દશરથ વસાવા સહીત 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દશરથ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનના 35 ગુના નોંધાયેલા છે.










