ભારતના ચુંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો સ્પેશ્યલ ઈન્ટેનસીવ રિવીઝન (સર) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.1-1-26 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના સર કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીથી માહિતગાર કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને સર અંતર્ગત ચાલતી કામગીરીમાં સક્રિય ભાગ લેવા જિલ્લામાં તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને પણ અપીલ કરી છે.


બેઠકમાં ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પોતાના સુચનો-મંતવ્યો રજુ કર્યા હતા. અત્યાર સુધી થઈ રહલી કામગીરી અંગેના જાત અનુભવો પણ તેઓએ રજુ કર્યા હતા. જેના સંદર્ભે ઓનલાઈન કામગીરીનું પ્રેકિટકલ માધ્યમથી વેબસઈટ પર થઈ રહેલી મેપિંગની કામગીરી અંગે સમજ પણ આપવામાં આવી હતી અને ફિલ્ડમાં રહેલા ફોર્મ ઝડપભેર પરત આવે તે માટે સૌને અપીલ પણ કરી હતી.ભરૂચ જિલલામાં મતદાર યાદી અંગે સર હેઠળની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. જિલ્લામા કુલ 13,10,600 મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બુથ પર 01 બુથ લેવલ ઓફિસર બીએલઓ અને બીએલઓ-2 ની નિમણુંક કરી દેવામાં આવી છે.બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે ઘરે જઈને એન્યુમેરેશન (ઈએફ) ફોર્મ-2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી કાર્ય થઈ રહ્યુ છે. બીએલઓ એપ મારફતે ડિઝિટાઈઝેશન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ તા.4 ડિસેમ્બર 2025 સુધી કામગીરીનો સમયગાળો નક્કી કરાયો હતો જેમાં એક સપ્તાહનો સમય વધારી હવે 11 ડિસેમ્બર સુધી આ કામગીરી ચાલુ રહેશે.

ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા મત વિસ્તાર મુબજ એન્યુમેરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં નોંધાયેલા કુલ 13,10,600 મતદારો પૈકી 1022828 મતદારોનું મોબાઈલ વેરિફિકેશન એટલે કે 78.04 ટકા ઈએફ ડિજિટાઈઝેશનની કામગીરી આજદીન સુધી પુર્ણ કરવામાં આવી છે. બાકી રહેલા મતદારોને તેમના એન્યુમેરેશન ફોર્મ તેમના બીએલઓને સત્વરે સુપરત કરવા માટે જિલ્લા ચુંટણી તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી છે.

મતદારોની સુવિધા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. જેમાં મતદારો પોતાની વિગતો અંગે પોતાના બુથ લેવલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકે છે. દરેક મતદારો હેલ્પલાઈન નંબર 1950 ઉપર કોલ કરીને માહિતી મેળવી શકે છે.


  • Follow us on: