ભરૂચ શહેરમાં લીંકરોડ પર આસુતોષ-3 સોસાયટી યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યુ છે. આ વરસે ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂરનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં પહેલ ગામમાં થયેલા આંતકી હુમલા પછી ભારતીય સેના દ્વારા લેવાયેલા વળતા પગલાની ઝાંખી રજુ કરવાનો છે. આ થીમ ભારતના વીર જવાનોની શૌર્યગાથા અને દેશભકિતની ભાવનાને દર્શાવે છે. આ ડેકોરેશનનું અદભુત અને વાસ્તવિક ચિત્રણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
આ તકે આસુતોષ-3 યુવક મિત્ર મંડળના ધર્મેન્દ્ર ઓઝારે જણાવ્યુ હતુ કે, ઓપરેશન સિંદુરને અમે બિરદાવવા પ્રયાસ કર્યો છે. પંડાલ બહાર થોડા-થોડા અંતર એ રીતે સ્વદેશી અપનાવવાના સ્લોગન લગાવાવમાં આવ્યા છે. સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાની વિનંતી માટે પેમ્પેલેટની વહેંચણી કરીએ છીએ. જેથી આર્થિક સ્થિતિ મજબુત બનાવતા દેશના હિતમાં કાર્યકર્તા પોતાનું યોગદાન આપી શકે.










