ઉચ્છદ સ્થિત પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જંબુસર તાલુકાના ગજેરા અને ઉચ્છદ ગામની પ્રાથમિક શાળાના ધોરણ એક થી આઠમાં એક થી 3 ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા કુલ 48 વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ કંપનીના એચ આર હેડ દિનેશ લોહાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં ગજેરાગામ ના અગ્રણી ધનંજયભાઈ ભટ્ટ, વિજયસિંહ રાજ ઉચ્છદ સરપંચ, સંજયભાઈ તલાટી ગજેરા, હાર્દિક ડાભી એચઆર મેનેજર, આનંદ પરમાર આસિસ્ટન્ટ મેનેજર,સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાળકોને સ્મૃતિ ચિન્હ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા અને પ્લાન્ટની મુલાકાત કરાવી હતી.

Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો









