ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુનઃ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલાં ઈન્દિરા સાગર ડેમમાં પાણીનો આવરોધ વધ્યો છે. જેના કારણે બુધવારે બપોરના દોઢ વાગ્યેથી તેના 12 દરવાજા દોઢ મીટર ખોલીને સરદાર સરોવરમાં 2.21 લાખ કયૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. જે પાણી આગામી 24 કલાકમાં સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં આવતાં ડેમની સપાટીમાં વધારો થશે.


સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર 135.38 મીટર પર સ્થિર છે. ત્યારે બપોરે દોઢ વાગ્યે ઈન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલું 2.21 લાખ ક્યૂસેક પાણી 24 કલાક બાદ સરદાર સરોવર ડેમમાં આવતાં જળસપાટીમાં વધારો થવાની શક્યતાઓ છે. ત્યારે સરદાર સરોવરની સપાટી વધતાં ડેમના દરવાજો ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું સ્તર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં 8428.80 એમસીએમનું ગ્રોસ સ્ટોરેજ છે. એટલે કે 89.10 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમના હાલમાં 10 દરવાજા 72 સેમી ખુલ્લા રાખી નદીમાં 95,111 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉપરાંત કેનાલમાં 23010 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


  • Follow us on: