જંબુસર તાલુકાની 250 જેટલી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને ફ્ક્સિ પગાર કરવા બાબતે તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચાર સાથે આવી પહોંચી હતી. જ્યાં પંચાયત પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોજભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ઓનલાઈન કામગીરી આપેલી છે તેનો બહિષ્કાર કરવા અને ટેકોની કામગીરી ન કરવા માટે તેમજ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી ફ્ક્સિ પગાર કરવા તેમજ કાયમી કર્મચારી ગણવામાં અને કામના કલાકો નક્કી કરવામાં આવે તથા 30 દિવસનો પગાર જે આપવામાં આવે જે મહિનાનું આપવા માં આવે બહેનોને સરકાર તરફ્થી મહેનતાણું ચૂકવવામાં આવે છે તે ટુકડે ટુકડે ચૂકવવામાં આવે છે. જેનાથી સામાજિક જીવન સારી રીતે પસાર થતું નથી તથા આ વેતન ખેત મજૂરો કરતાં પણ ઓછું આપવામાં આવે છે. તો એન્ડ્રોઇડ મોબાઈલ કેવી રીતે ખરીદી શકે, સરકારના પરિપત્ર મુજબ ઓનલાઇન પ્રક્રિયા માટે રૂલ્સ બહાર પાડવામાં આવેલ છે,તેનો સખત વાંધો છે આશા વર્કરોને ઓનલાઈન કામગીરીનો વધારાનો બોજ નાખવામાં આવેલ છે.










