સમગ્ર રાજયમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 નો ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભ થયો છે. જેમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ઝઘડીયા તાલુકાના કપલસાડી ખાતે અને ઝઘડીયા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધો.1 તેમજ ધો.9 ના ભૂલકાઓને નામાંકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત ગૌરાંગ મકવાણાએ કહ્યુ કે, એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજય સરકારે શાળા પ્રવેશને ઉત્સવ રૂપે ઉજવવાની પહેલ કરી છે. બાળકના જીવનમાં શાળાનો પ્રથમ દિવસ મહત્વની ઘટના બની રહે છે. પોતાના શૈક્ષણિક સમયને વાગોળીને પોતાના સમયની વ્યવસ્થાઓ સાથે આજની સુવિધાઓની સરખામણી કરી સરકારની સિધ્ધીઓથી સૌને અવગત કરાવ્યા હતા.


બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તાસભર શિક્ષણ આપવુ એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. તકે આજે શાળા પ્રવેશોત્સવ દરમ્યાન દિકરીઓને મહિલા સશકિતકરણ સહિતના વિષયો પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજુઆત કરી છે તે કન્યા કેળવણી ક્ષેત્રે કેવુ પરિવર્તન આવ્યુ છે તેનું દ્યોતક છે. સાથે બાળકો માતા-પિતાને ટ્રાફીકના નિયમો વિશે સમજ આપી ટ્રાફીક નિયમોનું પાલન કરવા અપીલ કરી શકે તે માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે સૌએ શપથ લીધા હતા. આ અવસરે મહાનુભાવોના હસ્તે CET તથા NMMS જેવી વિવિષ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલામહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરાયુ હતુ.


  • Follow us on: