પાલેજ નજીક આવેલ વલણ હોસ્પિટલ સ્થિત હોમિયોપેથીક કોલેજ સંકુલની નવનિર્મિત બિલ્ડીંગમાં હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર છાત્રોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આચાર્યાએ કોલેજમાં પ્રવેશ મેળવનાર નવા છાત્રોને શુભેચ્છાઓ પાઠવી તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વલણ હોસ્પિટલ તેમજ હોમિયોપેથીક મેડિકલ કોલેજના સંચાલકો દ્વારા કરવામાં આવ્યુ હતુ.



  • Follow us on: