અંકલેશ્વરમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું છે. રૂ 14 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાં આવેલ કે.એન્ડ કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા. પોલીસે કેમિકલ મળી કુલ 14.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે બે ઇસમો પાસરનાથ સોહનનાથ પ્રધાન અને પ્રભાકર રામચંદ્ર મહતોને ઝડપી પાડી બંને ઇસમોને તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમિકલ ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી ટેન્કરમાં ભરી સુરત ડિલિવરી કરવાની હતી જો કે ટેન્કર ચાલકની મિલીભગતથી અધવચ્ચેથી જ કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.










