ઝઘડીયા તાલુકાના ઉમલ્લા વિભાગમાં સતત ત્રીજા દિવસે માવઠું થતાં કપાસ , કઠોળ ,તેલીબિયાંના તૈયાર પાકને નુકશાન થયું છે,ખેડૂતો ચિંતિત બન્યા છે.


વરસાદી માહોલ ઊભો થતાં લાભ પાંચમથી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની ફેક્ટરી કાર્યરત થનાર હતી. તેમાં રૂકાવટ ઉભી થઇ છે.શેરડી કાપણી અર્થે આવેલ શ્રમિકોને શેરડી કાપણી કરવા પખવાડિયા સુધી રાહ જોવી પડશે તેમ જણાઇ રહ્યું છે ,મે અને જૂન માસમાં વાવેતર કરેલ કપાસનો પાક તૈયાર થયો છે તે વેળા માવઠું થતાં ખેડૂતોને નુકશાન જવાની શક્યતાઓ સેવાઇ રહી છે ,તથા ડુંગરાળ વિસ્તારમાં શાકભાજી તલ ,મગફ્ળી ,અળદ ,મગ ,સહિતના પાકોને ભારે નુકશાન થયું છે નોંધનીય છે કે એક પખવાડિયાથી અસહ્ય ઉકળાટ થી રાહત થવા પામી છે.


  • Follow us on: