નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રા.શાળામાં ધો. 1 થી 8 માં 101 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ પ્રા.શાળાના ઓરડા જર્જરિત અને ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા આચાર્ય-શિક્ષકો વિધાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી આ મામલે અનેક રજૂઆત છતા નવા ઓરડા બનાવવામાં નહી આવતા આખરે રોષે ભરાયેલા ગ્રામજનો આજ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.
સાકવા પ્રા.શાળાના ઓરડા જર્જરિત-ખંડેર હોવાથી બે વર્ષથી વિધાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રા.શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવતા હતા.નેત્રંગ તા.પંચાયતના સત્તાધીશોએ વિધાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઉભી કરી આપી હતી.પરંતુ કમનસીબે સાકવા પ્રા.શાળાનાઓરડા તોડી પાડયાને બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજદિન નવા ઓરડાના નવીનીકરણ કામગીરી શરૂ નહીં કરતાં વિધાર્થીઓ-વાલીઓમાં ભારે અંસતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તા.વિકાસ અધીકારીને આવેદનપત્ર આપી પ્રા.શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી.વિધાર્થીઓને પતરાના શેડની નીચે ઉનાળાની ગરમીમાં,શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.સમગ્ર વષઁ દરમ્યાન વિધાર્થીનું શૌક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે.










